• વ્યાજે રૂપિયા આપનારા પાસે ધી ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-૨૦૧૧ નીચે લાયસન્સ ના હોય તો તે ગુનો છે. આવા રૂપિયા કે વ્યાજ કાયદેસર વસુલ કરી શકાતા નથી.


  • ધી ગુજરાત મની લેન્ડર્સ એક્ટ-૨૦૧૧ લાયસન્સ હોય તો પણ અન-સિકયોર્ડ લોનમાં વધુમાં વધુ વાર્ષિક ૧૫% વ્યાજ અને સિકયોર્ડ લોનમાંવધુમાં વધુ વાર્ષિક ૧૨% વ્યાજ વસુલી શકાય. તેના કરતાં વધારે વ્યાજની વસુલાત ગુનો છે.(બેન્કિગ લાયસન્સ ધરાવતી બેંકો, સહકારી બેંક અને મંડળીઓ તેમજ નોન-બેંકીગ ફાઈનાન્સ કંપનીઓને આ જોગવાઈ લાગુ પડતી નથી.)


  • વ્યાજે આપેલા રૂપિયાની વસુલાત માટે વ્યાજે રૂપિયા લેનારને ડરાવવા, ધમકાવવા,ગાળો બોલવી, હેરાન કરવા, પીછો કરવો, વારંવાર ઘરે કે ધંધાના સ્થળે જવું ગુનો છે.


જો કોઈતમારી પાસેથી વધારે વ્યાજ વસુલે છે અને તમારે કાયદાકીય મદદની જરૂર છે તો અમારો સંપર્ક કરો


વ્યાજે લીધેલા રૂપિયાની ઉઘરાણી માટે કોઈ તમને ડરાવે છે, ધમકાવે છે,ગાળો બોલે છે, વારંવાર પીછો કરે છે,આવતાં-જતા રોકે છે, ઘર કે ધંધાના સ્થળની આજુબાજુ હેરાન કરવા માટે આંટાફેરા મારે છે, મારઝૂડ કરે છે કે અન્ય રીતે હેરાન કરે છેઅને તમારે કાયદાકીય મદદની જરૂર છે તો અમારો સંપર્ક કરો.


જો કોઈ પાસેથી તમે વ્યાજે લીધેલા રૂપિયાની સલામતી માટે તમારી મિલકતના દસ્તાવેજ/બાનાખત/ગીરોખત લખાવી લીધા પછી મિલકત પચાવી પાડવા માંગે છે અને તમારે કાયદાકીય મદદની જરૂર છે તો અમારો સંપર્ક કરો.

તમારા સહી કરેલા ચેકમાં ખોટી રકમ ભરીને તમારી સામે ખોટા કેસ કરવાની ધમકીઓ આપે છેઅને તમારે કાયદાકીય મદદની જરૂર છે તો અમારો સંપર્ક કરો.